તારી યાદ માં

  થોડાં ઘણાં આંસુ, જે મેં બચાવી રાખ્યા હતા તારી યાદ માં, મન થાય છે, તે પણ આજે વહાવી દવ. રાહ જોવાની જે ઇંતેજારી હતી મારી આંખો માં, તને કોઈક બીજા સાથે જોઇ ને, તે પણ પણ આજે નથી રહી મારી આંખોં માં, મને ખબર ન હતી, કે આટલા વરસ નો મારો પ્રેમ એમ જ વહી જતાં હું બસ જોતો જ રહી જવા, તારા પ્રેમ માં.
      તો પણ તારા સાથ વગર મારા જીવન માં જે કશું શકય જ ન હતું, તે બધું જ આજે શકય બનતું જાય છે તારા ગયા બાદ. તેથી મેં એક વાત સ્વીકારી લીધી, કે આપણે બે એક બીજા માટે કયારેય બન્યા જ નહોતા. આ તો બસ મારી તારા પ્રત્યે ની લાગણી હતી, જેને હું પ્રેમ સમજી બેઠો, બાકી જો સાચે જ મેં તને પ્રેમ કર્યો હોત, તો મારા પ્રેમ ના બંધન માં મેં તને એવી બાંધી દીધી હોત ને કે તું આમ કદી કોઇ બીજા પાસે જવાનું વિચારત પણ નહીં, પણ હવે મને સમજાય છે, કે આ પ્રેમ ન હતો, પણ 16 વરસની ઉંમરે જે દરેક છોકરા છોકરી ના મન માં પ્રેમ ના ભાવ ઉત્પન્ન થાય છે, તેને પ્રેમ સમજી બેસે છે, પણ વાસ્તવ માં એ ફક્ત આકર્ષણ સિવાય બીજું કશું જ નથી હોતું.

સ્વરચિત
બેલા...

Comments