જૉ જો મોડું ન કરતા

    કેહવાનો આ સાચો સમય નથી, છતાં પણ આજે છેલ્લી વાર તને કહી ને જાવ છું, કે " મને તારી સાથે પ્રેમ છે, બસ એ વાત ની સમજ અને સાથે-સાથે તને આ વાત કહેતા મને થોડું નહીં પણ ઘણું મોડું થઈ ગયું, કેમ કે ગઈ કાલે રાત્રે મારા સપના માં લગ્નની લાલ સાડી માં જયારે તું મારી સામે આવી હતી, ત્યારે મને ખબર ન હતી, કે જયારે હું તારા ઘરે તારો હાથ માંગવા આવીશ ને, ત્યારે તું એ જ લગ્નની લાલ સાડી પહેરી કોઈક બીજા નો હાથ પકડી અગ્નિની સાક્ષી સાથે મંગળ ફેરા ફરતી હોઈશ અને મારા હાથ માં ની પ્રેમ ની નિશાની ની ભેટ આજે તારા લગ્નની ભેટ તરીકે તને આપતો હોઈશ, તારા મન ની વાત મેં તારી આંખો માં વાંચી લીધી હતી, કે તું પણ મને પ્રેમ કરે જ છે, પણ એક સ્ત્રી તરીકે તારી પણ પ્રેમ નો પ્રસ્તાવ મૂકવાની કે પ્રેમ સ્વીકારી ન શકવાની વાત હું સમજી શકું છું, બસ મારી આ પ્રેમ ની નિશાની ને લગ્નની ભેટ તરીકે સ્વીકારી લેજે, બાકી તારી ખુશી માં જ મારી ખુશી છે, મારું શું છે ?  જીવી લઈશ હું પણ જિંદગી ખુશી થી, એવું વિચારી કે ગઈ કાલ રાત એક સપનું હતું, સવારે આંખ ખુલતાં ની સાથે થોડી વાર માં ભુલાઈ ગયુ. અને રાતના અંધકાર માં જોયેલા સપના કદી સાચા નથી થતાં, તેને સમય ની સાથે ભૂલી જવા માં જ સમજદારી છે, જે ભૂલવું શકય નથી પણ એ સ્વપ્ન નાં પ્રેમ માં રેહવાની  મજા જ કંઈક અલગ છે, એવું હું માનું છું. પણ જીવન માં સમયસર પ્રેમ ની વાત ન કહી શકવાનો પસ્તાવો કદાચ જીવન ભર રહેશે મને. "
     તેથી દોસ્ત, મારી એક વાત માની લેજો, કે પ્રેમ નો સ્વીકાર અને પ્રેમ નો પ્રસ્તાવ મૂકવા માં ક્યારેય વિચાર ન કરતા, સમય કોઈ ની રાહ જોતો નથી, એ તો રેતી ની જેમ બંધ મુઠ્ઠી માં થી ધીમે ધીમે સરી જશે અને તમારા હાથ ખાલી રહી જશે. અને જયારે આ વાત સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે, તેથી પ્રેમ થાય તો તેને સમજવા માં અને એનો પ્રસ્તાવ મૂકવા માં મોડું ન કરતાં.

સ્વરચિત
બેલા...

Comments