વિદાય

       મારી દિકરી 
કે જે મારા પ્રાણ થી પણ વ્હાલી, મારા કાળજા નો ટુકડો, મારો વિશ્વાસ, મારા હ્રદય નો ધબકાર, જેની સાથે મારી પ્રીત બંધાણી છે, જેની આંખોં માં નથી આવવા દીધા મેં કદી આંસુ, સમજી લેજો કે એજ અમારા ઘર ની પડછાઈ છે અને હા, એ મારા હ્રદય નો ધબકાર, મારો વિશ્વાસ, મારા કાળજા નો ટુકડો, મારા પ્રાણ થી પણ વ્હાલી એવી મારી દિકરી આજે હું તમને સોંપી રહ્યો છું, એ વિશ્વાસ સાથે કે તમે પણ એને મારી જેમ જ સાચવશો. 

      આજ થી 21 વર્ષ પહેલા જયારે એ રૂમઝૂમ રમતા આવી હતી મારા આંગણે, અને જેના જન્મ માત્ર થી મારા ઘરમાં ખુશીઓની સુગંધ ફેલાઈ ગઈ હતી, તે જ મારી લાડકી દિકરી આજે કુમકુમ પગલાં પાડતી તમારા ઘરે આવી રહી છે, જે આજ સુધી દિકરી, બહેન, નણંદ બની ને મારા ઘરે રહી હતી, તે હવે એક વહુ, પત્ની, માં, મામી, ભાભી બનવા જઈ રહી છે, ત્યારે નવા ઘર માં નવા સંબંધો બનાવતા કદાચ એને વાર લાગે પણ જો તેના થી કંઈક ભૂલ થાય, તો પ્રેમ પૂર્વક સમજાવ જો, મને ચોક્કસ ખાત્રી છે,  એ બધું સમજી જશે, પણ એના થી નારાજ ન થતાં. કેમ કે આજ થી મારા ઘર ની શોભા એ તમારા ઘર ની શોભા થવા જઇ રહી છે. 

વેવાઈ કહે છે,  મારી વહુ જે આજે મારા આંગણે કુમકુમ પગલા પાડતી આવે છે, તે અમારા પ્રેમ ના રંગ માં રંગાઈ ને તમારી દિકરી એ કાલ થી અમારી દિકરી બની જશે, એની આંખો માં આંસુ આવશે, તો એ દુઃખ ના નહીં પણ ખુશી નાં આંસુ હશે અને આજ થી તમારા ઘર ની શોભા એ અમારા ઘર ની શોભા બની જશે. 
Bela...


Comments