- કૃષ્ણને દેવકી એ જન્મ આપ્યો, એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણને યશોદાએ લાડલાડાવ્યાં, એ યશોદાના નસીબની વાત છે,
કૃષ્ણના પાવન ચરણ સ્પર્શ યમુનાને થયા, એ યમુનાના નસીબની વાત છે,
- કૃષ્ણ માટી ખાય, એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણના મોઢામાં પૃથ્વીના દર્શન થાય એ યશોદાના નસીબની વાત છે,
- કૃષ્ણ યમુનામાં નાગ ની સાથે યુદ્ધ કરે એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ એ જ નાગ ની ઉપર નાચ નાચે એ નાગ ના નસીબ ની વાત છે,
- કૃષ્ણની સાથે દોસ્તી કરવી એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ મિત્ર બની માખણ ચોરે એ મિત્રના નસીબની વાત છે,
- કૃષ્ણ ગોપીઓની મટકી ફોડે, એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ રાધા સાથે રાસ રમે, એ રાધાના નસીબની વાત છે,
- કૃષ્ણની સાથે પ્રેમ થવો,એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ આપણા પ્રેમ માં હોય તો, એ આપણા નસીબની વાત છે,
- કૃષ્ણની વાંસળી સાંભળી ગોપી દોડી આવે, એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણની વાંસળી સાંભળી રાધા ભાન ભૂલી જાય, એ નસીબની વાત છે,
- કૃષ્ણના સારથી બનવું, એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ અર્જુનના સારથી બને, એ અર્જુનના નસીબ ની વાત છે,
- કૃષ્ણના મહેલમાં સુદામા મિત્ર બની આવે એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ આંસુઓથી સુદામાના પગ ધુએ એ, સુદામાના નસીબની વાત છે,
- કૃષ્ણને બધા સમાન પ્રેમ કરે એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ રાધાને પ્રેમ કરે એ રાધા ના નસીબની વાત છે,
- કૃષ્ણ વાણી સાંભાળવી એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણની વાણી સાંભળી એને જીવનમાં ઉતારવી એ નસીબ ની વાત છે,
- કૃષ્ણ મિત્ર બની આપણને રસ્તો બતાવે એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ મિત્ર બની દ્રૌપદીની લાજ રાખે એ દ્રૌપદીના નસીબ ની વાત છે,
- કૃષ્ણને મોરપંખ ગમે, એ અદ્ભૂત વાત છે, અને
કૃષ્ણ મોરપંખ રોજ પોતાના મુગટમાં લગાવે, એ મોરના નસીબની વાત છે,
- કૃષ્ણને રાધા પ્ર્રેમ કરે એ અદભુત વાત છે, અને
રાધાને કૃષ્ણ પ્રેમ કરે, એ રાધા ના નસીબની વાત છે,
- કૃષ્ણની વાતો મિત્ર સાથે કરવી, એ અદ્ભૂત વાત છે અને
કૃષ્ણના વિચાર માં મગ્ન બની દુનિયા ભૂલી જવી એ નસીબની વાત છે.
Bela...https://www.instagram.com/bela.puniwala/
https://www.facebook.com/bela.puniwala
Comments
Post a Comment