માતાનું બીજું રૂપ
મારી કહાનીની રાધિકાને ત્રણ બાળકો હતા, તેમાં બે દીકરા અને એક નાની દીકરી હતી. રાધિકા તેના ત્રણેય બાળકો પર જાણે જાન ન્યોછાવર કરતી હતી. ક્યારેક ક્યારેક રાધિકાનો પતિ રિતેશ, રાધિકાને ચીડવતાં મજાકમાં કહેતો કે, "ક્યારેક મારી તરફ પણ ધ્યાન આપો, હું પણ તો તમારો બાળક જ છું ને."
રાધિકા પણ હસીને કહી દેતી, "મારા અને મારા બાળકોની વચ્ચે તમે ન આવો તો જ સારું રહેશે." અને બિચારા રિતેશ ટિફિન લઈને મોઢું ફુલાવીને ઓફિસે જતા રહેતા.
સવારથી રાધિકા તેના સોનુ, મોનુ અને સ્વીટી આ ત્રણેય બાળકોમાં જ અટવાયેલી રહેતી. પોતાના બાળકો સિવાય તેને બીજું કંઈ દેખાતું જ નહીં. બાળકોનું ખાવું-પીવું, બધાને સમયસર જગાડવા, ટિફિન બનાવવું, બધાને તૈયાર કરીને સ્કૂલ, ટ્યુશન, ડ્રોઇંગ ક્લાસ, કરાટે ક્લાસ, ડાન્સ ક્લાસ મોકલવા, સ્કૂલ મીટિંગ, પીટીએ મીટિંગ, પેરેન્ટ્સ મીટિંગ, દરેક મીટિંગમાં સમયસર પહોંચવું, બાળકોને સ્કૂલની દરેક એક્ટિવિટીમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા, બધાના પ્રોજેક્ટ તૈયાર કરવામાં તેમની મદ કરવી. રાધિકા તેના બાળકો માટે કેટલું બધું કરતી આવી છે. પોતાના માટે તો જાણે તેની પાસે સમય જ રહેતો નથી. આ તો ફક્ત એક માતાનો પ્રેમ જ છે, જે દરેક હાલતમાં તેના બાળકો માટે કરતી આવી છે. પણ સમય બદલતાં વાર નથી લાગતી.
રાધિકાની નાની દીકરી હજુ તો ફક્ત ૧ વર્ષની જ હતી. આ દિવસોમાં રાધિકાની તબિયત કંઈક ઠીક નહોતી રહેતી. પહેલા તો રાધિકાએ આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું, પણ પછી તકલીફ વધવા લાગી. ત્યારે રાધિકાના પતિએ ડોક્ટરના કહેવાથી રાધિકાનો બ્લડ રિપોર્ટ કરાવ્યો. તેમાં રાધિકાને કેન્સર નીકળ્યું. રાધિકાને ત્યારે સૌથી પહેલા પોતાનો નહીં પણ પોતાના બાળકોનો વિચાર આવ્યો. "મારા પછી મારા બાળકોનું શું થશે? તેમને સમયસર કોણ સ્કૂલ મોકલશે? સમયસર કોણ ખાવાનું ખવડાવશે? રિતેશને તો બાળકો વિશે વધારે કંઈ ખબર જ નથી. તેમને તો પોતાના કામથી ફુરસદ જ ક્યાં છે? અને માતા સિવાય બીજું સારી રીતે કોણ ધ્યાન રાખી શકે?" રાધિકાને અજીબ અજીબ વિચારો આવવા લાગ્યા.
આખરે રાધિકાએ પોતાનો મન બનાવી જ લીધો કે, કેન્સર હોય કે કોઈ પણ બીમારી હોય, મારે મારા બાળકો માટે ઠીક થવું જ છે. તેણે તેના પતિ રિતેશને કહી દીધું કે, "મારી સારવાર શરૂ કરાવી દે. જો પૈસા ઓછા પડે તો મારા સોનાના દાગીના વેચી દે પણ સારા માં સારા ડોક્ટર પાસે મારી સારવાર કરાવ. અને ગમે તે થઈ જાય હું હિંમત નહીં હારું. મારે મારા બાળકો માટે ઠીક થવું જ છે."
રાધિકાની આવી વાત સાંભળીને રિતેશને પણ હિંમત મળી. રિતેશે રાધિકાની સારવાર સારા માં સારા ડોક્ટર પાસે કરાવી. કીમો થેરપીની જરૂર પડી તો તે પણ કરાવી. કીમો થેરપીની વજહથી તેના લાંબા વાળ પણ જતા કરવા મંજૂર હતા. રાધિકાએ વિચાર્યું કે, વાળ તો ફરીથી આવી જશે. તે સમયે રાધિકાએ બાળકોની દેખરેખ માટે પોતાની માતાને ગામથી બોલાવી લીધા અને એક કામવાળી બાઈ પણ આખા દિવસ માટે ઘરે રાખી લીધી. ઓપરેશન પહેલા ઘરમાં બધો સામાન મંગાવીને રાખી લીધો, જેથી માતા, બાળકો અને રિતેશને કોઈ તકલીફ ન પડે. આખરે રાધિકા જીતી ગઈ. રિતેશે પૈસાનો પણ ઇંતજામ કરી લીધો. રાધિકાના દાગીના વેચવાની પણ જરૂર ન પડી. માતાના પ્રેમ આગળ ભગવાનને પણ ઝૂકવું પડ્યું. હવે તે મોતના મોં માંથી બહાર છે. ભલે તેને ઠીક થવામાં ઘણો સમય લાગ્યો, પણ તેણે હિંમત ન હારી. હવે તે પહેલાની જેમ બાળકો સાથે રમે છે, તેમને સ્કૂલ મોકલે છે, તેમને હોમવર્ક કરાવે છે. સાથે ભૂલ કરવા પર ઠપકો પણ આપે છે. પણ બાળકો સાથે તે આજે ખૂબ ખુશ છે અને તેના મંદિરમાં ભગવાનની સામે રોજ એક દીવો પ્રગટાવીને, નવું જીવન આપવા બદલ ભગવાનનો આભાર માને છે.
તો મિત્રો, આ ફક્ત એક માતાનો પ્રેમ, વિશ્વાસ અને તાકાત જ છે, જે તે પોતાના બાળકો માટે મૃત્યુ સાથે પણ લડી જાય છે. જિંદગીની દરેક તકલીફ, દરેક દર્દ પણ હસતાં-હસતાં સહન કરી લે છે. બસ આ જ એક માતાનું બીજું રૂપ પણ છે.
બેલા...
Comments
Post a Comment